આ પુસ્તક એક રોમાંચક યાત્રાનું વર્ણન છે. એક વ્યક્તિ કેવી રીતે પોતાની ઈચ્છાશક્તિ અને મક્કમ મનોબળ દ્વારા વિકાસ અને પ્રગતિ કરી શકે છે એની અદભુત સત્યઘટનાત્મક વાતો અહીં કરવામાં આવી છે. આ અનુભવો પ્રેરણાત્મક અને શાશ્વત સત્યો જેવાં છે. આ પુસ્તક આપણને શીખવે છે કે જીવનમાં કેવી રીતે પોતાની શક્તિઓને ઓળખીને, લક્ષ્યોને મેળવવા માટે Focus થવું જોઈએ? તમારી પ્રગતિમાં કોઈ પણ જાતનો ધ્યેયભંગ ન થાય અને તમે નિરાશાની ગર્તામાં ન ધકેલાઈ જાવ એ માટે કેવી રીતે નેગેટિવ વ્યક્તિઓને હરાવી શકાય? આ બધી બાબતો જ ધીરુભાઈ અને રિલાયન્સના જીન્સમાં પણ છે. એ સોનેરી વાતોને ખૂબ જ સરળ અને સાદી ભાષામાં આ પુસ્તકમાં કરવામાં આવી છે.-મુકેશ અંબાણી, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ